જો તમે વાંકાનેરનાં એક સામાન્ય માણસ અને શહેરીજન છો અને તમારે રાજકોટ કે આજુબાજુના કોઈ પણ શહેરમાં જવાનું હોય તો તમારે ફરજિયાત વાંકાનેર પુલ દરવાજા વિસ્તારમાં આવવું પડશે અને અહીં આવીને " ઉભા-ઉભા " એસ.ટી. બસની રાહ જોવી પડશે.
તેનું કારણ એવું છે કે પુલ દરવાજા વિસ્તારમાં આવેલ આ એસ.ટી. બસ સ્ટોપમાં મૂળભૂત અને પાયાની કહી શકાય તેવી એક પણ સુવિધા ઉપલબ્ધ નથી
દરરોજ હજ્જારોની સંખ્યામાં મુસાફરો અહીંથી એસ.ટી. દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં મુસાફરી કરે છે. તેમ છતાં આ બસ સ્ટોપ પર મુસાફરોને બેસવા માટે એક બેન્ચ કે છાપરાનાં છાંયડાની સુવિધા પણ નથી. એટલું જ નહીં કઇ બસ ક્યારે આવશે અને કઇ બસ ક્યારે ઉપડશે તેની કોઈ પ્રકારની જાણકારી પણ નહીં મળે. બસોના સમયપત્રકનું નાનકડું બોર્ડ પણ અહીં ઉપલબ્ધ નથી.
પુલ દરવાજા બસ સ્ટોપનું બસ ટાઇમટેબલ બોર્ડ મુખ્ય બસ સ્ટેન્ડમાં !
બસોના સમયપત્રકનાં બોર્ડ વિષયે તપાસ કરતા જાણવા મળ્યું કે થોડા સમય પહેલા જ એક ખાનગી બેંક દ્વારા શહેરના પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે લોકોને અહીં આવતી-જતી બસો ના સમયની જાણકારી મળી રહે તે માટે એક મોટું બેનર બોર્ડ વાંકાનેર એસ.ટી. તંત્રને આપવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ શબ્દોમાં "પુલ દરવાજા પિક-અપ સ્ટેન્ડ" એમ લખેલ હતું.
તેમ છતાં વાંકાનેર એસ.ટી. તંત્ર દ્વારા આ બોર્ડ પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે રાખવાને બદલે મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે લગાવી દેવામાં આવ્યું છે. અને તે પણ ઇન્કવાયરી ઓફિસની બાજુમાં જ.
હવે વિચાર એ થાય કે વાંકાનેરનું મુખ્ય બસ સ્ટેન્ડ કે જ્યાં બસો ના આવવા - જવાના સમય અંગે પૂછપરછ કરવા ઇન્કવાયરી ઓફિસ છે, 02828 220558 નંબરનું ફોન કનેક્શન છે અને આ બધું સંચાલન કરવા માટે કર્મચારી પણ છે તો ત્યાં આ સમયપત્રક બોર્ડ મુકવાનો અર્થ શું ? અને જો બોર્ડ દ્વારા જ લોકોને જાણકારી મળતી હોય તો ઇન્કવાયરી ઓફિસ અને તેનું સંચાલન કરનાર એસ.ટી. કર્મચારી રાખવાનો અર્થ શું ? તે પણ એક મોટો સવાલ છે.
નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે.
સંપર્ક : - 9898 11 3634
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે.
સંપર્ક : - 9898 11 3634

