28.4.18

વાંકાનેર : ચાવડી ચોક ખાતેની પોલીસ ચોકી ફરી કાર્યરત, કર્મનિષ્ઠ પોલીસ અધિકારીનો સરાહનીય પ્રયાસ

wankaner city police _ Ramdevsinh Jadeja PSI _ Wankaner

વાંકાનેર શહેરમાં જ્યારથી સીટી PSI તરીકે રામદેવસિંહ જાડેજા (RP જાડેજા) એ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ પોતાની પ્રજાલક્ષી કામગીરીને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

અહીં એ સ્પષ્ટ રહે કે અમે માત્ર ચમચાગીરી કરી ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા તેમની કામગીરીની નોંધ લેતા હોઈએ એવું જરાય નથી આ પોલીસ અધિકારીએ ટૂંકાગાળામાં શહેરની જે શકલ-સુરત બદલી છે તે સૌની સામે છે અને જો કોઈ અધિકારી પોતાની ફરજ સુપેરે નિભાવી રહ્યા હોય તો એમના એ કાર્યની કદર થાય એ સ્વાભાવિક છે.

આપણું વાંકાનેર દ્વારા છેલ્લે 28 માર્ચના રોજ ઇન્ટરવ્યૂ માટે સીટી PSI RP જાડેજાની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે 27 એપ્રિલે ફરી તેમની મુલાકાત થઈ.

છે ને દમદાર અધિકારી : ચાવડી ચોક પોલીસ ચોકીને રીનોવેટ કરી ફરી કાર્યરત કરવા PSI RP જાડેજા એ પોતે પણ આર્થિક સહયોગ કર્યો છે

આ વેળા તેઓ શહેરનાં ચાવડી ચોક વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી ખાતે મળ્યા. અહીં એ નોંધવું રહ્યું કે આ એ જ પોલીસ ચોકી હતી જે છેલ્લા ઘણા સમયથી બંધ જેવી નિષ્ક્રિય હાલતમાં પડી હતી.

એ પોલીસ ચોકીને નવા રંગરોગાન અને નવા ફર્નિચર સાથે જોઈ નવાઈ લાગી. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અંદાજે 11 હજાર ઉપરાંતની રકમનાં ખર્ચે આ પોલીસ ચોકીને રીનોવેટ કરી કાર્યરત કરવામાં આવી રહી છે. જેમાં લોક સહયોગ સાથે PSI RP જાડેજાનું પોતાનું પણ આર્થિક યોગદાન શામેલ છે.

આમ તો વાંકાનેરમાં શહેર પોલીસ સ્ટેશન શહેરની અંદર પોલીસ લાઈન વિસ્તારમાં જ છે તેમ છતાં શહેરનાં બીજા છેડે કોઈ ઇમરજન્સી ઘટના ઘટે તો પોલીસ વાહન દોડાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેવામાં આ ચાવડી ચોક પોલીસ ચોકી નિયમિત કાર્યરત રહે અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહે તો નિઃશંકપણે પ્રજામાં પોલીસ પ્રત્યે આદરભાવ અને સન્માનની લાગણી થશે. 


  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634