વાંકાનેર : છેલ્લા અનેક સમયથી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગના નિષ્ણાંત ડૉક્ટરોનું મહેકમ મંજુર હોવા છતાં ડોકટર સહિત અન્ય પોસ્ટની જગ્યા ભરવા વાંકાનેરના અલ્તાફ બ્લોચે મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.
પત્રમાં જણાવાયું છે કે વર્તમાન સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ વાંકાનેરની સરકારી હોસ્પિટલને આધુનિક હોસ્પિટલમાં તબદીલ કરી હતી અને હોસ્પિટલને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી હતી જે આવકારદાયક બાબત છે.
પરંતુ ડોકટર સહિતની અનેક જગ્યાઓનું મહેકમ મંજુર હોવા છતાં તે જગ્યાઓ ભરવામાં આવી નથી. જેના પરિણામે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આથી જો ઉપરોક્ત વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે મંજુર મહેકમ ઓછું પડતું હોય તો તે વધારવા અથવા પૂરતું હોય તો તમામ ખાલી જગ્યાઓ ભરવા અલ્તાફ બ્લોચ દ્વારા માંગણી કરવામાં આવી છે.
