વાંકાનેર નેશનલ હાઇવે પાસેનાં રેલવે નાલામાં છેલ્લા બે વર્ષ કે એથીયે વધુ સમયથી સફાઈ ન થતી હોય અને અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય તે અંગેનાં અહેવાલો ગત તારીખ 26 માર્ચ 2018 નાં રોજ " આપણું વાંકાનેર " માં પ્રકાશિત થયા હતા.
જો કે એ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારનાં પગલાં ન લેવાતા અમે અહીં એ જ વિષય પર ફરી એક વખત તંત્રનાં બહેરા કાને પ્રજાની ફરિયાદ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
સામાન્ય લોકોએ ઠાલવ્યો તંત્ર સામે રોષ
ઉપરોક્ત રેલવે નાલાની ગંદકી સંબંધિત આ પહેલાંના અહેવાલની વેબ લિંક આપણું વાંકાનેરનાં ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ શેયર કરવામાં આવી હતી. જેમાં અમને વાંકાનેરની પ્રજા તરફથી સમર્થનનો પ્રતિસાદ સાંપડ્યો હતો લોકોએ આ સમસ્યા મુદ્દે પોતપોતાના વિચારો પણ કમેન્ટ કર્યા હતા. તે પૈકી અમુક કમેન્ટ્સ અમે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ જેથી તંત્રને પણ આ લોક ફરિયાદની ગંભીરતા સમજાય.
" વિકાસ થયો વાંકાનેરનો " - Moyudin Badi
" Bhai mat jota hoi tyare badha moti moti vatu kare pachhi Kya koi vastu ma dhiyan de છે " - Anish Sherasiya
" Julam " - Ashraf Wankaner
" Schi vat , wankaner jetlo gando ek pan taluko nathi , koi to avaz uthavo have " - Prarthana Pandya
" Wankaner no vikas kyarey thavano j nathi.... " - Vishwajitsinh Sindhavadar
" 1 વિસ્તાર નહી આખુ વાંકાનેર પાકિસ્તાન છે કયા સારો રસ્તો છે કયાય વાંકાનેર મા " - Zala Prahladsinh
" khub saras ane sachi vat chee pan koi Action less | Mat jota joy tyare to Jamadva no plan vadhare chale Derek Area ma ena karta bije dhyan aape to saru " - Manisha Bhatti
" Sem...sem.. " - Dinesh Shah
" Vikas jya thai che tya double thai che nd nthi thato tya thato j nthi....." - Kaushik Solanki
![]() |
| તોફિક અમરેલીયા |
AAP નાં તોફિક અમરેલીયા દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત
આ ઉપરાંત આ મુદ્દે વાંકાનેર AAPનાં કાર્યકર તથા RTI એક્ટિવિસ્ટ અને સોશ્યલ વર્કર તોફિક અમરેલીયાએ પણ ઉપરોક્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ફેસબુક લાઈવ વિડીયો થકી તંત્રને આ મુદ્દે લોકોની ફરિયાદ ધ્યાને લઇ સમસ્યા હલ કરવા માંગ કરી છે.
લેખક વિષે ↴
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે.
સંપર્ક : - 9898 11 3634


