![]() |
| અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાનું સાફો પહેરાવી અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. |
ગઈકાલે શનિવારે બપોરે વાંકાનેરની પ્રસિદ્ધ કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના પટાંગણ ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનો સન્માન સમારોહ તથા સર્વજ્ઞાતિય સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા સહિત, રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદન પીઠાવાલા, વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ રાજ્ય સરકારની પાણી પુરવઠા સંબંધી યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય પંથકમાં સુચારુ પાણી વ્યવસ્થા માટે 3 હજારની વસ્તી હોય ત્યાં પાણીનો ટાંકો સ્થાપિત કરી આપવામાં આવે છે તે હવે 1500 ની વસ્તીએ પણ સ્થાપિત કરી આપવામાં આવશે.
![]() |
| કાર્યક્રમમાં શહેરના ખ્યાતનામ ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. |
જ્યારે રાજકોટ સંસદીય મતવિસ્તારના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર તથા કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહ, માંધાતા સમસ્ત કોળી સમાજ ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ ધરજીયા, માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શૈલેષભાઇ જાંબુકીયાને આ સર્વજ્ઞાતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
![]() |
| કાર્યક્રમ દરમિયાન વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં મહિલા PSI પૂજા મોલિયા સહિત સ્ટાફે સુચારુ પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. |
કાર્યક્રમની આભારવિધિ કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહે કરી હતી.





