15.8.19

વાંકાનેર ખાતે વિવિધ સ્થળોએ 15 ઓગસ્ટનાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી


આજે 15મી ઓગષ્ટ 'સ્વાતંત્ર્ય દિન'  નિમિત્તે વાંકાનેર શહેર અને પંથકમાં વિવિધ સ્થળોએ હર્ષોઉલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. 

જે અંતર્ગત વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે વાંકાનેર શહેર SDM નીરવકુમાર એફ. વસાવાનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.


તાલુકા કક્ષાના આ ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા, વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, I/C મામલતદાર એ.બી.પરમાર, સરપંચ ગુલામ શેરસીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ દેશપ્રેમને સમર્પિત વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતો અને ગ્રામજનોનું મન મોહી લીધું હતું. 

સૈયદી લુકમાનજી સાહેબ મઝાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ 



આજે 15મી ઓગષ્ટ 'સ્વાતંત્ર્ય દિન' ની વાંકાનેર વ્હોરા સમાજ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી.


જેમાં શહેરના પેલેસ રોડ પાસે આવેલા સૈયદી લુકમાનજી સાહેબ મઝાર (દાઉદી વ્હોરા મુસાફિરખાના) ખાતે સવારે 9 વાગ્યે વાંકાનેર વ્હોરા સમાજનાં આમીલ શેખ શબ્બીરભાઈ એઝઝીનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 




કાર્યક્રમમાં વાંકાનેર દાઉદી બોહરા જમાતના સેક્રેટરી હુશેનીભાઈ હાથી અને વાલી મુલા સલમાનભાઈ મલકાણી એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારેલ હતી તેમજ કાર્યક્રમની સંચાલન વ્યવસ્થા દાઉદી બ્હોરા યંગ ગ્રૂપનાં મેમ્બરોએ સંભાળી હતી.


લીટલ ટ્રી સ્કૂલ ખાતે પણ બાળકોએ ઉજવ્યું રાષ્ટ્રીય પર્વ


વાંકાનેર શાહબાવા દરગાહ નજીક આવેલી લીટલ ટ્રી સ્કૂલ ખાતે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ધ્વજવંદનનાં કાર્યક્રમ બાદ દેશપ્રેમનાં ગીત-સંગીત પર બાળકોએ પોતાની નિર્દોષ શૈલીમાં નૃત્ય કર્યા હતા.




 -: WRITTEN BY :- 

7.8.19

" વ્યસનની મજા, મોતની સજા.." સ્કૂલનાં બાળકોને ભણાવાયા પાઠ

વાંકાનેર : વાંકાનેર ખાતે આજે જિલ્લા આરોગ્ય ખાતાનાં ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ (જિલ્લા તમાકુ નિયંત્રણ શાખા) દ્વારા સ્કૂલનાં બાળકોમાં તમાકુ અને વ્યસનથી થતા  નુક્શાનો અંગે જાગૃતિ અને સમજણ આપતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

શહેરની અગ્રગણ્ય સ્કૂલ એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ શાહ અને ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલનાં શ્રી શેરસીયા સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ અને અન્ય વ્યસનોથી શરીરને થતા ગંભીર નુક્શાનો અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી. અને તેના આધારે સ્કૂલનાં  વિદ્યાર્થીઓ વચ્ચે " તમાકુ અને વ્યસન " અંગે નાના નિબંધો લખી આપવા સ્પર્ધા પણ કરાવાઈ હતી. 


નિબંધ સ્પર્ધામાં વિજેતા કુલ 8 વિદ્યાર્થીઓને શેરસીયા સાહેબ તથા સ્કૂલનાં સ્ટાફનાં વરદહસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. 



ઉપરાંત સ્કૂલનાં નર્સરીથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને તમાકુ અને વ્યસનથી થતા નુકશાન અંગે જાણકારીપૂર્ણ માહિતી આપતી પત્રિકાઓ પણ વિતરણ કરવામાં આવી હતી.

તમાકુ અને વ્યસન વિષય પર નિબંધ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ


  1. ઉત્સવ પારેખ
  2. અસ્મા લાલાની
  3. મહાદેવ બદ્રકીયા
  4. શાહીન પીંડાર
  5. ધ્રુવીત સગર
  6. કેવલ બારભાયા
  7. તાઝીમ કડીવાર
  8. ઝીશાન શેરસીયા