વાંકાનેરનાં વેજ અને નોનવેજ ફૂડનાં સ્વાદ રસિયાઓ માટે હવે વાંકાનેર નેશનલ હાઇવેથી મોરબી જતા રાણેકપરનાં બોર્ડ પાસે " રાજ રેસ્ટોરન્ટ " એક નવું ઠેકાણું બન્યું છે.
મૂળ વાંકાનેરનાં મૂર્તઝા લાકડાવાલાએ સ્વાદ અને સ્વચ્છતા સાથેના કોન્સેપ્ટ સાથે શરૂ કરેલી રાજ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અનુકૂળ જ નહીં પરંતુ પસંદ પડે તેવું ઉમદા વાતાવરણ પણ છે. જો કે મૂર્તઝાભાઈ અને તેમનો સ્ટાફ ગ્રાહકોને અહીંનો સ્વાદ યાદ કેમ રહી જાય તેના પર વધુ ભાર આપી રહ્યા છે.
![]() |
| રાજ રેસ્ટોરન્ટનાં ઓનર મૂર્તઝા લાકડાવાલા (ડાબે) |
આપણું વાંકાનેર સાથેની વાતચીતમાં મૂર્તઝાભાઈ જણાવે છે કે " વાંકાનેર કે મોરબી જ નહીં પરંતુ રાજકોટમાં પણ આ પ્રકારની કદાચ સૌપ્રથમ વેજ - નોનવેજ રેસ્ટોરન્ટ છે. અહીં ફેમિલી સાથે જમવા લાયક AC / નોન AC હોલ તેમજ ઓપન પ્લોટમાં ઢાબા સ્ટાઇલ જમવાની ફૂલ સગવડતા આપવામાં આવી છે...
...અહીં તંદુરી, ચાઈનીઝ અને એગ્ઝની સુપર સ્પેશ્યલ આઇટમો બનાવવા સુરત, નેપાળી તથા બંગાળના 15 વ્યક્તિનો સ્ટાફ રોકાયેલો છે જે ગ્રાહકોને સ્વાદ અને સ્વચ્છતાની સાથે તેમની એક વખતની મુલાકાત કાયમી સંભારણું બની જાય તેના માટે સતત પ્રયત્નશીલ છે. "
![]() |
| AC / નોન AC હોલ તેમજ ઓપન પ્લોટમાં ઢાબા સ્ટાઇલ જમવાની સગવડતા |
1000 વારની વિશાળ જગ્યામાં પથરાયેલી રાજ રેસ્ટોરન્ટ વાંકાનેરથી 9 કિલોમીટર તથા મોરબીથી અંદાજે 18 કિલોમીટરનાં અંતરે આવેલી છે.
રેસ્ટોરન્ટનો સમય સવારે 10:00 થી 3:00 તથા સાંજે 6:00 થી રાત્રે 12:30 સુધીનો તેમજ વાંકાનેર શહેર માટે ફ્રી ડિલિવરી પોઇન્ટની સગવડતા પણ ઉપલબ્ધ છે.
❏ સંપર્ક અને સરનામું ❏
રાજ ફેમિલી રેસ્ટોરન્ટ
(વેજ - નોનવેજ)
રાણેકપર બોર્ડ પાસે, - ઢુવા
> વાંકાનેરથી 9 કિમી
> મોરબીથી 18 કિમી
> રાજકોટથી 50 કિમી
📞 : 70962 00555
સમય : સવારે 10 થી 3, સાંજે 6 થી 12:30
*વાંકાનેર શહેર માટે ફ્રી ડિલિવરી પોઇન્ટની સુવિધા
*વાંકાનેર શહેર માટે ફ્રી ડિલિવરી પોઇન્ટની સુવિધા




